પનીર એટલે પનીર નામ લેતા મોઢામાં પાણી આવી જાય એવું પનીર.
લોકો જે કહે તે ભલે ગમે તેટલી 5star - 4 star hotel મા જાય પણ ધાબા પર ખાવાનો સ્વાદ મજા ઍક અલગ જ અનેરો એહસાસ છે. એની મજા કંઇક અલગ જ છે. તો ચાલો આજે ધાબા સ્ટાઇલ મા પનીર બનાવ્યે..
- પનીર ના ટુકડા કરી ને ગરમ પાણીમાં રવાદો જેનાથી પનીર સોફ્ટ થઇ જસે.
- હવે 2 ટામેટા અને 2 કાંદા નાના નાના ટુકડામાં સમારી લો.
- ત્યાર બાદ જે પનીર ગરમ પાણીમાં નાખ યુ તું એને એમાંથી કાઢી નાખો જરૂર લાગે તો થોડું હલકું હાથ વડે દબાવી ને પાણી કાઢી નાખો.
- ત્યાર બાદ પનીર મા ૧-૧ ચમચી રેડી મેડ પનીર મસાલા ,નમક, લાલ મરચા નો પાવડર નાખી બરાબર મિક્સ કરો.
- હવે પનીર ને 2 ચમચી જેટલા તેલ માં થોડા લાલ થાય ત્યાં સુધી ફ્રાય કરો ને અલગ પાત્ર મા કાઢી લો.
- કઢાઈ મા 4 ચમચી તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જીરું, એલચી નાખો.
- ત્યાર બાદ ઝીણા સમારેલા કાંદા નાખી ને 5 મિનિટ જેટલું કાંદા થોડા લાલ જેવા થઇ જાય તત્યાર બાદ તેમાં સમારેલા ટામેટા પણ નાખી દો.
- તેમાં નીચે જણાવ્યા પ્રમાણે મસાલા નાખી બરાબર મિક્સ કરો.
- હવે જ્યાં સુઘી કાંદા ટામેટાં માં થી તેલ છૂટે ત્યાં સુઘી ગેસ ની મીડિયમ આંચ પર ને બરાબર ચડવા દેવાનું છે. વચ્ચે વચ્ચે ચમચાથી મિક્સ કરતા રેહવું જેથી બળી ના જાય.... 7-10 મિનિટ જેટલો સમય તેલ છુટ્ટા. (જેટલી સારી ગ્રવી એટલું સારું સાક). અને સિંગ દાણા કે કાજુ નો ભૂકો પણ નાખી સકો જેનાથી ગ્રેવી સરસ થસે.
- ગ્રેવી માં ઍક કપ જેટલું પાણી નાંખો તમે તમારા જરૂર મુજબ પાણી નાખી ગ્રેવી જાડી પાતળી કરી સકો.
- ફાઈનલ આ ગ્રેવી માં પનીર જે આપણે પેલે થી પ્રીપર કરી ને રાખ યા છે તેને ગ્રેવી મા નાખી દો 5 મિનિટ જેટલું ધીમા ગેસ પર થવાદો.
- જો ક્રીમ હોય તો નાખી ને સર્વ કારો... અને હા તમે બનાવેલા ધાબા સ્ટાઇલ પનીર ના ફોટા મોકલવાનું ભૂલતા નઈ...
| લાલ મરચાનો પાઉડર | | ૨ ચમચી |
| હળદર નો પાવડર | ૧ ચમચી | |
| ધાણા જીરું પાવડર | ૧ ચમચી | |
| પનીર ગરમ મસાલા | ૨ ચમચી |







Comments
Post a Comment